માણસા: માણસાના વેપારી સાથે લંડનના વિઝના નામે 45 લાખની છેતરપિંડી: પોલીસે તપાસ હાથ ધરી
માણસામાં રહેતા નાયી જયંતીભાઈ રામાભાઈની બળવંતકુમાર વિષ્ણુભાઈ ઉર્ફે બાદશાહ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. આ દરમ્યાન બળવંતકુમારે વેપારીના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને લંડન મોકલવા વાતચીત કરી હતી. જે બાદ વેપારીએ રૂ.45 લાખમાં લંડનનું કામ આપ્યું હતું. ત્યારબાદ 18 જૂને બળવંતભાઈને જયંતિભાઈએ લોન લઈ કામ માટે રૂ.45 લાખ આપ્યા હતા. જો ત્રણેયને લંડન ન પહોંચાડે તો બળવંતભાઈએ જયંતીભાઈને સામે 45 લાખનો ચેક પણ આપ્યો હતો.