વાંસદા: વાંસદા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર
Bansda, Navsari | Sep 25, 2025 ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી અને “એકાત્મ માનવવાદ” ના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મતિથિ નિમિત્તે વાંસદા ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ દીનદયાળજીને પુષ્પાંજલિ અર્પી એમના અમૂલ્ય કાર્યોને યાદ કર્યા. આ પ્રસંગે એમના વિચારો અને રાષ્ટ્ર નિર્માણ માટેના યોગદાનને પ્રેરણારૂપ ગણાવાયા.