માણસા: માણસા APMCમાં જનક્રાંતિ મહાસભા યોજાઈ: લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માગ
સરદાર પટેલ ગ્રૂપ દ્વારા માણસા APMC ખાતે જનક્રાંતિ મહાસભાનું આયોજન કરાયું હતું. લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા મુદ્દે મહાસભાનું આયોજન કરાયું હતું. Apmc ખાતે યોજાયેલ જનક્રાંતિ મહાસભામાં લોકો બેનર સાથે જોડાયા હતા. જેમાં લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં કરવી, એન્ટી રોમિયો સ્ક્વોડની સ્થાપના કરી કાર્યરત કરવા માગ કરી હતી.