આજે તારીખ 06/07/2025 રવિવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં લીમડી ગ્રામ પંચાયત દ્વારા લીમડી નગરમાં વિવિધ વિસ્તારોમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ સમારકામ કામગીરી હાથ ધરાઈ. હાલ ચોમાસાના સમયે અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી. જેની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા પંચાયત અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરાતા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી અને મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ સમારકામ કામગીરી પૂર્ણ કરાઈ.