મંગળવારના 4 કલાકે કરાયેલા વિરોધની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે 56 ગત ચોમાસા થી અત્યંત બીસમાર હાલતમાં છે. મુખ્યમંત્રીની ચિંતન શિબિર પહેલા માત્ર તેમના રૂટનો માર્ગ રાતોરાત રીપેર કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક આગેવાનો દ્વારા વાપી થી શામળાજી સુધીના નેશનલ હાઇવે 56 પૈકી ધરમપુર તાલુકામાંથી પસાર થતાં બીમાર માર્ગના સમારકામ માટે વારંવાર માંગ કરવામાં આવી હતી.