વડોદરા: SMCની મોટી કાર્યવાહી : જુગારધામમાંથી 16 ખેલીઓ ઝડપાયા
વડોદરા : જિલ્લાના કરજણમાં ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો.આ દરોડામાં બે કિશોર સહિત કુલ 16 ખેલૈયા ઝડપાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત ત્રણ વ્યક્તિ નાસી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસએમસીએ સ્થળ પરથી રૂ. 65,000ની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન, 4 કેલ્ક્યુલેટર સહિત કુલ રૂ. 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ મુદ્દામાલ અને 14 આરોપીને કરજણ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.