વડાલી: મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે રેતી નું વહન કરતા પાંચ જેટલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા.
વડાલી મામલતદાર દ્વારા ખનીજ માફીયાઓ સામે લાલ આંખ કરી. વડાલી મામલતદાર એ ગઈકાલે પાંચ જેટલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ગેરકાયદેસર રીતે રેતી ભરેલ પાંચ ટ્રેક્ટરને ઝડપી અંદાજિત 20 લાખ રૂપિયા ના મુદ્દા માલ સાથે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. વડાલી મામલતદાર એ રેડ કર્યા પછી ગઈકાલે બપોરે 2 વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.