નવસારી: નવસારી મનપા અને ધારાસભ્યએ રેલવે ફૂટ ઓવર બ્રિજ માટે સ્થળ વિઝીટ કરી
નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ફૂટ ઓવરબ્રિજ (FOB) ના નિર્માણ માટે નક્કર પગલાં લેવાયા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી બાદ, નવસારી મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.