જામનગર શહેર: jamngnar શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી સતત ચાલુ
જામનગરમાં મુખ્ય માર્ગો ઉપરથી એસ્ટેટ શાખાની વિવિધ ટીમોએ ઓપરેશન સ્વચ્છતા શરૂ કર્યુ હતું અને અલગ-અલગ ટીમનો કાફલો જયાં-જયાં ગેરકાયદેસર મંજુર લીધા વિનાના બોર્ડ છે તે બધા ઉતારી લીધા હતાં, સતત ૫ દિવસથી આ કામગીરી ચાલું રહી હતી અને ૨૭૦૦ જેટલા હોડીગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે, નાયબ કમિશ્નર મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ અનવર ગજણ અને તેની ટીમના સભ્યોએ આ કામગીરી કરી હતી.