રાજકોટ પૂર્વ: સોની વેપારીનું 35 લાખનું સોનુ ઓળવી જનાર બંગાળી સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે ઝડપાયો
રાજકોટના સોની વેપારીનું રૂ. 35 લાખનું સોનુ ઓળવી જનાર બંગાળી કારીગરને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ભગવતીપરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. બે વર્ષથી ફરાર શખ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટને સર્વેલન્સ પર મૂકી સાયબર ક્રાઇમ પોલીસની ટીમે આરોપીના સગડ મેળવ્યા હતા.