રાજકોટ પૂર્વ: રાજકોટમાં વધુ એક હત્યા: સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરુજી નગર આવાસમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ શહેરમાં ફરી એકવાર પારિવારિક સંબંધો લજવતી અને કાયદા-વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરુજી નગર આવાસમાં સામાન્ય પારિવારિક ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં એક યુવા પુત્રએ તેના સગા પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અને તેના પુત્ર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઘર કંકાસ ચાલતો હતો