સુઈગામ: સુઇગામના જેલાણાથી ગોલપ સુધી ના ડામર રોડ પર મોટું ગાબડું
મેઘ તાંડવને આજે એક માસ ઉપરનો સમય વીતવા છતાં સુઇગામ તાલુકાના જેલાણાથી ગોલપ રોડ પર પડેલું ગાબડું પુરવાની હજુ ફુરસદ મળી નથી.આ બાબતે ગોલપ ગામના શિવાજી સારેગજી રાજપુતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મેઘ તાંડવને આજે એક માસ ઉપર નો સમય થઈ ગયો છે.જેલાણાથી ગોલપ રોડ તૂટતા સ્ટેટ વિભાગ મારફત મરામતના કામો હાથ ધરી મામુલી ખાડાઓ રીપેર કરી લાખો રૂપિયાના બિલો ઉધરી ગયા પણ સ્ટેટ વિભાગના ના.કા.ઈજનેરને આ 10 ફૂટનું ગાબડું ન દેખાયું.