કેશોદ: કેશોદના કેવદ્રા ગામે શ્રી વિનય મંદિર ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું
કેશોદ તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સર્જાત્મક શક્તિઓ ખીલે , સુષુપ્તો શક્તિઓ પ્રગટે કલા કૌશલ્ય ખીલે બાળકોમાં રહેલી શોધ કૃતિઓ બહાર આવે તેને લઈ સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન નું આયોજન શ્રી વિનય મંદિર કેવદ્રા ખાતે કરવામાં આવ્યું હતું આ તકે કેશોદ તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો