કપરાડા: કપરાડા તાલુકાના ઓઝરગામથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ, 2 આરોપી ફરાર
Kaprada, Valsad | Sep 15, 2025 કપરાડા તાલુકાના વિસ્તારમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન પોલીસ હેડ કોન્ટેબલ કનકસિંહ દયાતરને મળેલી બાતમી આધારે ઓઝરગામ પાસેથી એક ઇકો કાર નં. જીજે-15 સીડી-9015માંથી 1692 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર, દારૂ મળી કુલ. 6.15.936નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા છે.