બાવળા: 108 ની ટીમે બારેજડી નજીક સગર્ભાને જોખમી પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો
તા. 24/10/2025, શુક્રવારે રાત્રે 11.30 વાગે મળેલી માહિતી અનુસાર દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામે ગરબા જોવા આવેલી સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા ખાનગી વાહનમાં ખેડા હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે રસ્તામાં પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા 108 ને કોલ કરતા તાત્કાલિક 108 ટીમ ઘટના સ્થળે પહોંચી જોખમી પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી ખેડા હોસ્પિટલ લઈ ગયા હતા.