ગણદેવી: ખખવાડા ગામે બિરસા આર્મી સંગઠનની જન જાગૃતિ મિટીંગ યોજાઈ
બીલીમોરા ખાડા માર્કેટ, મચ્છી માર્કેટ પાસે આશરે બપોરે 14:30 વાગ્યે 50 થી 55 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. ઘટના અંગે અમરભાઈ કિશોરભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા બીલીમોરા પોલીસ સ્ટેશને અકસ્માત મોત નં. 42/2025 BNSS કલમ 194 મુજબ ગુનો નોંધ્યો છે. નગરપાલિકા એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને બીલીમોરા મેંગુષી હોસ્પિટલ ખાતે પી.એમ. રૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.