સાયબર ક્રાઇમ અંગે કરોડો રૂપિયાનું ફ્રોડ મામલે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. નીલમબાગ પોલીસ મથક ખાતેથી વડવા સહિતના વિસ્તારોમાં રહેતા બે શખ્સોને સાયબર ક્રાઇમના ગુનામાં ઝડપી લીધા હતા. જે અંગે તેલાંગણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને આ બંને શખ્સોને પોલીસે અટકાયત કરી નીલમબાગ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા.