રાજકોટ: લુખ્ખા તત્વોનો આતંક ફરી સામે આવ્યો આકાશવાણી ચોકમાં શુઝની દુકાનમાં માથાભારે શખ્સે ઘૂસી જઇ દુકાનદારને ગાળો ભાંડી ધમકી આપી
Rajkot, Rajkot | Nov 17, 2025 શહેરના આકાશવાણી ચોક પાસે આવેલ એક શૂઝની દુકાનમાં તારીખ 15 નવેમ્બર ના બપોરે 3:30 વાગ્યાની આસપાસ શેખરદાન ગઢવી નામના એક લુખ્ખા તત્વએ ઘૂસી જઇ દુકાનદારને અપશબ્દો કહી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી આજે સવારે 8:00 વાગ્યાની આસપાસ સામે આવ્યા છે. દિન પ્રતિ દિન આવા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે, પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.