ડિંડોલીમાંથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક ઇસમની ધરપકડ કરતી ડીંડોલી પોલીસ,10 લાખથી વધુની મત્તા જપ્ત
Majura, Surat | Nov 3, 2025 સોમવારે વહેલી સવારે ડીંડોલી પોલીસે માહિતીના આધારે રામી પાર્ક જવાના રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે માહિતીના આધારે સ્થળ પર છાપો મારતા ગણેશ યાદવ નામનો ઈસમ મળી આવ્યો હતો. ટ્રકમાં તલાસી લેતા બીયર ટીન અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જ્યાં 6.69 લાખની મત્તા નો દારૂનો અને ટ્રક મળી દસ લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બે.લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા.