અમદાવાદ શહેર: અમદાવાદના વિરાટનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યુનિટી માર્ચનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. જેમાં રવિવારે 11 કલાકે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.