વડોદરા પશ્ચિમ: એક ફટાકડાના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર બાળક થયું લોહીલુહાણ
સેવાસી સ્થિત શિશુ ગરબા મહોત્સવની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગરબામાં ફટાકડા ફોડતા દુર્ઘટના સર્જાઈ હતી.ફટાકડાનો કોઈ નક્કર પદાર્થ નીચે પડતા બાળક ઇજાગ્રસ્ત થયુ હતું.બાળકોના ગરબામા બાળક ફટાકડાના કારણે લોહીલુહાણ થયું હતું.બાળકને માથાના ભાગે ઇજા થતા આયોજકો દોડતા થયા હતા.ગરબા ગ્રાઉન્ડ પરજ બાળકને પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરાઈ હતી.