ખડિયા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખડિયાના તાબા હેઠળના બીલખા, બંધાળા અને માંડણપરા ગામોમાં હાથીપગા (ફાઇલેરિયા) રોગના સર્વેલન્સ માટે નાઈટ બ્લડ સર્વે યોજવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ સર્વે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તથા આશા વર્કરો દ્વારા રાત્રિના સમયે ૫ થી ૧૦ વર્ષ વયના બાળકોના લોહીના નમૂના એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી.