પંચમહાલ જિલ્લાના ખેડૂત અગ્રણી ગોપાલ પટેલે જિલ્લા ખેતીવાડી અધિકારી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અણઘડ અને અસંગઠિત આયોજનના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને મળવાપાત્ર સહાય ઓછી મળી છે. આ મુદ્દે અનેક સ્તરે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગોપાલ પટેલે ચેતવણી આપી છે કે જો સમગ્ર મામલે યોગ્ય તપાસ અને ન્યાય ન મળશે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ક