દિયોદર: દિયોદર તાલુકાના મોજરું ગામમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરનું ગેરકાયદેસર પાર્લર આજે JCB વડે તોડી પાડવામાં આવ્યું
દિયોદર તાલુકાના મોજરું ગામમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરનું ગેરકાયદેસર પાર્લર આજે JCB વડે તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પોલીસ કાફલા અને ગ્રામ પંચાયતની ટીમે સંયુક્ત રીતે કરી હતી.ગત 12 ડિસેમ્બરના રોજ દિયોદર પોલીસે મોજરું ગામમાં દારૂ વેચાણ કરતા એક પાર્લર પર દરોડો પાડ્યો હતો. તે સમયે બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ ટીમ પર પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.આ ઘટના બાદ આ કાર્યવાહી કરાઈ હતી