માંગરોળ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર શિયાલજ ગામ પાસે અજાણ્યા વ્યક્તિને વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું આ અકસ્માત કરી ભાગી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મજીદ ખાન સરદારખાન પઠાણ રહે દાદરી દ્વારા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે