ઝઘડિયા: રાજપારડી અને ઉમલ્લા પોલીસ દ્વારા એકતા પરેડ યોજાઇ, સ્થાનિક નાગરિકો પણ જોડાયા .
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા એકતા પરેડ યોજીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો.આજે, રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.