કલોલના હાજીપુરમાં મેગા હેલ્થ કેમ્પ યોજાયો
Kalol City, Gandhinagar | Sep 17, 2025
કલોલ તાલુકાના હાજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાતો, બાળરોગ નિષ્ણાતો અને અન્ય તજજ્ઞો દ્વારા આરોગ્ય તપાસ, સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રક્ત ચકાસણી, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને પોષણ ચકાસણી જેવી વિવિધ આરોગ્ય તપાસોનો સમાવેશ થાય છે.