મહેમદાવાદના વાંઠવાડી-રિછોલ રોડ પર ટ્રેકટર ઝાડ સાથે અથડાતા 1 નું નીપજયું કરુણ મોત. ગામના યુવકે ટ્રેકટર મને ચલાવવા દે કહી ટ્રેકટર સ્ટીયરિંગ પકડી લેતા ટ્રેકટર ગટરમાં ઉતરી જઈ ઝાડ સાથે અથડાયું હતું. જેથી યુવક ઉછળીને ઝાડના થળીયામાં પછડાતા માથામાં ઈજા પહોંચી હતી. આ બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. આ બનાવે અંગે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ, પૂછતાછ તૅમજ કાર્યવાહી હાથ ધરાઈ.