પ્રાપ્ત વિગતો મુજબ ૧૯ ઓક્ટોબર રવિવારના રોજ કાળી ચૌદસ ઉજવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી કાલીની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને પાપોથી મુક્તિ મળે છે.જેને લઈ કાલોલ તાલુકા શામળદેવી સ્મશાન ગૃહ ખાતે અજમલજીનાં બાળ ભજન મંડળ દ્વારા રવિવારે રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભજન મંડળના તમામ સભ્યો હાજર રહ્યાં હતાં.