ચીખલી: ચીખલીના વંકાલ મધ્યા ફળિયા ખાતે પોતાના ઘરે 40 વર્ષે ઈસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ચીખલી પોલીસમાં હિરલકુમાર ગોવિંદભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનો ભાઈ જીગ્નેશભાઈ ગોવિંદભાઈ પટેલ તેઓએ છેલ્લા અઢી મહિનાથી કોઈ કામ ધંધો કરતા ન હોય અને માનસિક તણાવમાં રહેતો હોય તેઓએ પોતાના ઘરે દુપટ્ટાથી પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. જે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.