પલસાણા: ખુમાનસિંહની વાડીમાં જાંબુનું ઝાડ કાપતા વીજવાયર ઉપર પડતા બે થાંભલા જમીનદોસ્ત, રીક્ષા ઉપર પડતા ભારે નુકશાન થયું
Palsana, Surat | Dec 16, 2025 પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી ખુમાનસિંહની વાડીમાં જાંબુનું ઝાડ કાપવાની કામગીરી દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો. ઝાડ કાપતી વખતે તે બાજુમાંથી પસાર થતી વીજ લાઇન ઉપર પડતાં બે સિમેન્ટના વીજ થાંભલા જમીનદોસ્ત થયા હતા. આ ઘટનામાં એક વીજ થાંભલો નજીકમાં ઊભેલી રિક્ષા નંબર GJ 19 WB 3694 ઉપર પડતાં રિક્ષાને ભારે નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત બનતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક DGVCLને જાણ કરવામાં આવી હતી.