જન્મમરણ નોંધણી પક્રિયામાં નવા સોફ્ટવેરમાં સર્જાતી સમસ્યા મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરાઈ
Patan City, Patan | Sep 15, 2025
પાટણ જિલ્લામાં જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયામાં નવા સોફ્ટવેરને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સોફ્ટવેરમાં માતા અને પિતા બંનેના આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ મુદ્દે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી છે.બાલીસણા ગ્રામ પંચાયતના સરપંચે આ સમસ્યા અંગે પહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારનો રજુઆત કરતા તમને આજે રજુઆત કરી છે.