સરસ્વતીના વોળાવી ત્રણ રસ્તા નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બનાસકાંઠાના બે વ્યક્તિના મોત નિપજ્યા
Palanpur City, Banas Kantha | Jun 23, 2025
સરસ્વતીના વોળવી ત્રણ રસ્તા પાસે ટર્બો અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં શક્તિ કૃપા નામનો ટર્બો કાંસા તરફથી આવી રહ્યો હતો. તે સમયે વોળાવી તરફથી પાટણ જઈ રહેલી રિક્ષા સાથે સામસામે અથડામણ થઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર મુસાફર પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.