ગોડાદરામાં માટેલા સાંડની જેમ દોડી આવેલી ઓટો રિક્ષાના ચાલકે એક જ પરિવારના ચાર સભ્યોને લીધા અડફેટે,જુવો હચમચાવનારા cctv
Majura, Surat | Sep 14, 2025 ગોડાદરા માં બાર સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાના સમય દરમ્યાન પગપાળા પસાર થતા એક જ પરિવારના ચાર સભ્યોને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લીધા હતા.ધ્રુવ પાર્ક સોસાયટી નજીક પુરઝડપે દોડી આવેલી ઓટો રીક્ષાની અડફેટે સગીરા ગંભીર ઘવાઈ હતી.જ્યારે માસુમ બાળક સહિત બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.ઘટના બનતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે ખસેડી હતી.ઓટો રિક્ષા ચાલકને પોલીસને હવાલે કર્યો હતો.જ્યાં પોલીસે તપાસ આરંભી હતી.