આમોદ: આમોદ વકફ મિલકતોના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે UMEED પોર્ટલ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
Amod, Bharuch | Oct 16, 2025 ભારત સરકાર દ્વારા વકફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને વ્યવસ્થાપનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા UMEED પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.