મહે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે પવિત્ર સંકટ ચોથે મોટી સંખિયામાં પધારેલ ભક્તજનોએ લાંબી લાંબી ક્તારોમાં ઉભા રહીને પણ ગજાનંદ મહારાજના દર્શનનો લીધો લાભ. નિજ દેવસ્થાનમા વિવિધ સ્વરૂપોમા બિરાજમાન ગણપતિ, શિવજીના વિવિધ શિવલિંગોના, માઁ અર્બુદા દેવી જેવા અન્ય દેવી દેવતાઓના કર્યાં દર્શન. શ્રી સિદ્ધિવિનાયકમા આવેલ ફૂડકોર્ટમાં ભક્તોએ ભક્તિની સાથે સાથે વિવિધ સ્વાદિષ્ટ ખાણી પીણી તૅમજ પરિવાર સાથે વિવિધ મનોરંજનના સાધનો થકી ઉત્સાહભેર આનંદ પણ માણ્યો હતો.