આજે તારીખ 10/01/2026 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષતામાં સંસદીય સંકુલ પરિયોજના અંતર્ગત સિંગવડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન સંસદીય સંકુલમાં સમાવિષ્ટ ૨૫ ગામડાઓમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની હાલની સ્થિતિ તથા અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.