ગતરોજ સાંજે 7 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના લાખિયામાં ગાંજાનુ મોટા પ્રમાણે વાવેતર થયાની ચોક્કસ બાતમી મળ્યા બાદ SOG ની ત્રણ જેટલી ટીમોએ લાખિયા ગામે પહોંચી ડ્રોન ઉડાવી ખરાઈ કરી ને મકાન આગળ જ ગાંજા નું વાવેતર કરનાર શખ્સની ઝડપી લઈ ગાંજા ના રૂ.1.13 કરોડના 558 છોડ કબ્જે લઈ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.