વલ્લભીપુર: રેશનશોપ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભોજપરા ગામના લોકો મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા
ભોજપરા ગામમાંથી રેશન શું અન્ય ગામમાં સ્થળાંતર કરી દેતા ભોજપરા ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો , આ પ્રશ્ન તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ પાસે પહોંચતા તેઓ દ્વારા આજે મામલતદાર કચેરીએ ભોજપરા ગામના સરપંચ રાજુભાઈ સહિત ગામ લોકો મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે થશે તેવું મામલતદાર દ્વારા જણાવ્યું હતું .