વાંસદા: વાંસદા પાસે દુઃખદ ઘટના: યુવાને સાગના ઝાડ પર ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મોજે પીપલખેડ અને વાડીચૌઢા ગામની હદ પાસે આવેલી બારી પાસે દુઃખદ ઘટના બની હતી. માંડવખડક ડુંગરપાડા ફળીયાના ૩૨ વર્ષીય અમિતભાઈ ગંજુભાઈ ગાયકવાડ પોતાના ઘરેથી “પૈસા લેવા જઈ રહ્યો છું” કહીને નીકળ્યા બાદ સાગના ઝાડ પર સુતરાઉ દોરડાથી ફાંસો ખાઈ જીવ આપ્યો હતો.