આજરોજ અંજાર પોલીસે પ્રથમ કેસમાં મોમાઈનગરના થારૂભા લખુભા ગઢવીને રૂ.41,950ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે બીજા કેસમાં ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતા 6,85,150 ની કિંમતનો દારૂ અને વાહન કબજે કર્યા છે. આ કાર્યવાહીમાં મોસીન ઉર્ફે બિલાલ જુસબ હિંગોરજા પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ કામગીરીમાં અંજાર પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ એસ.જી.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.