ઉમરપાડા: ખેડૂતોને બોનસ આપવા માટે સુરત જિલ્લા સહકારી આગેવાન જયેશ ભાઈએ CM ને રજૂઆત કરી.
Umarpada, Surat | Sep 19, 2025 ખેડૂત સહકારી આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે દક્ષિણ ગુજરાતના ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને 20 કિલોના રૂ. 500 મળવા જોઈએ. હાલમાં વધુ ઉત્પાદન અને કમોસમી માવઠાની અસરને કારણે ખેડૂતોને 20 કિલોના રૂ. 380 થી 400 મળી રહ્યા છે, જે ટેકાના ભાવથી પણ ઘણા નીચા છે. તેમણે 100 કિલો દીઠ રૂ. 500 બોનસ તરીકે મંડળીઓને ચૂકવી ખેડૂતોને મજબૂત કરવા વિનંતી કરી છે.