કચ્છ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે અને તેનું કેન્દ્રબિંદુ દૂધઈ નજીક હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાથી પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં લોકોને હળવો આંચકો અનુભવાયો હતો. કેટલાક સ્થળોએ લોકો થોડા સમય માટે ઘરોથી બહાર નીકળી ગયા હતા. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે ક્યાંય નુકસાન થયાની માહિતી સામે આવી નથી.