રાજય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બી. છાંગાના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ પટાંગણમાં તા.૦ર/૦૩/ર૦ર૬ થી તા.૧૧/૦૩/ર૦ર૬ સુધી ૧૦(દસ) દિવસ સુધી સવારના ૧૦:૦૦ કલાકથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ચાલનારા ''સ્વદેશી મેળા'' નુ ગતરોજ તારીખ 11 માર્ચે સમાપન થયું હતું.છેલ્લા દિવસે દરેક સ્ટોલ ધારકોને યુસીડી તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.