વડોદરા પશ્ચિમ: અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો
વડોદરાના રાવપુરા વિસ્તારમાં જયહિન્દ રેસ્ટોરન્ટ પાસે અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોએ પાણીપુરી ખાઈ રહેલ યુવક ઉપર કમરપટ્ટા અને ચાકુ વડે હુમલો કરતા યુવકે પોતાનો બચાવ કરતા ચાકુ ઝૂંટવી લઈ સામે ઘા મારતા બે વ્યક્તિઓને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. રાવપુરા પોલીસે સામસામી ફરિયાદના આધારે ત્રણેવ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.