વડોદરામાં વૃદ્ધ દર્દીનો આપઘાતનો પ્રયાસ વૃદ્ધ દર્દીએ SSG હોસ્પિટલના પહેલાં માળેથી પડતું મૂક્યું હતું.હોસ્પિટલ ના ન્યૂ સર્જિકલ વોર્ડના પહેલાં માળેથી દર્દી કૂદયા હતા.અકસ્માત બાદ ઈજાની સારવાર લઈ રહ્યાં હતાં દર્દી.સવારે 5 વાગ્યે બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બારીમાંથી પડતું મૂકનાર દર્દીની હાલત હાલ ગંભીર છે. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.