ત્રણ સપ્તાહ પહેલા અલથાણ માં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જે બાદ ગંભીર હાલતમાં તેઓએ ખાનગી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમ્યાન તેઓનું મોત થયું હતું.ઘટના અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હતી.હમણાં સુધી આપઘાત પાછળ કોઈ કારણ બહાર આવ્યું નહોતું.પરંતુ તુષાર ઘેલાણી ને કોઈ મહિલા બ્લેકમેઇલ કરતી હોવાનો આરોપ પરિવારે કર્યો છે.પરિવારે આ મામલે લેખિતમાં ઉમરા પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી.