ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ગોધરા નગર દ્વારા 'વીર બાળ દિવસ' ની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજીએ ખાસ ઉપસ્થિત રહીને શીખ સંપ્રદાયના દસમા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીના લડાયક અને વીર પુત્રોની શહાદતને યાદ કરી હતી. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા