નડિયાદ: મહામંત્રી બન્યા બાદ અજય બ્રહ્મભટ્ટે તેનો સાચો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમની વિચારધારાની આપ્યો.
ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વર્ણી કરવામાં આવી છે. ત્યારે મહામંત્રી બન્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કેડર આધારિત કાર્યકર્તાઓની પાર્ટી છે અહીં કોઈપણ સામાન્ય અને યોગ્ય કાર્યકરને ઉચ્ચ પદ મળી શકે છે જેનો સાચો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમની વિચારધારાને જાય છે.