સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું.સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ભડકો થયો હતો.એકસાથે છ જેટલા રાજીનામાં પડતા શહેર કોંગ્રેસમાં ચાલી આવતા આંતરિક વિખવાદ અને મતભેદો સપાટી પર આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ અમિત ચાવડાને મેલ દ્વારા રાજીનામાં મોકલ્યા હતા.જ્યાં પોતે જવાબદારી પૂરી કરવા અસક્ષમ અને પૂરતો સમય આપી ન શકતા રાજીનામું આપ્યાનું કારણ જણાવ્યું હતું.રાજીનામું સ્વીકારવા વિન્નતી કરી હતી.